|| Satsang Sabha in Presence of H.H Gurumaharaj & Sant Mandal ||

સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અસીમ કૃપા થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – કેનેડા ના આંગણે પરમ પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતોના સાનિધ્ય માં દિવ્યાતીદિવ્ય અને ભવ્યાતિભવ્ય સત્સંગ ઉત્સવ શનિવાર તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ ઉજવાયો.

સંત્સંત ઉત્સવ ના પ્રારંભે સૌ કોઈ હરિભક્તો એ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના શ્રી ચરણો માં કીર્તન-ભક્તિ , સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તથા વંદન પ્રાર્થના કરી ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુમહારાજ તથા સૌ સંતો નું ભાવપૂજન તેમજ ફુલહાર થી સ્વાગત પૂજન વડીલ હરિભક્તો એ કર્યું. સંતો ના પૂજન બાદ, સભા ની શરૂઆત માં , પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી એ મનુષ્યદેહ ની દુર્લભતા તેમજ મહિમા પર ખુબજ સુંદર ઉપદેશામૃત પાઠવ્યા. સ્વામી ના પ્રવચન બાદ યુવાનો એ સત્સંગ માં રહેવાના ફાયદા, બેફામ તથા બે-લગામ જીવન જીવવાના નુકશાન ને લગતા પશ્નો પૂછ્યા, જેના દેવપ્રસાદ સ્વામી એ સચોટ, તાર્કિક અને સંતોષકારક ઉત્તરો આપી યુવાનો ને આનંદ પુલકિત કરી દીધા. દેવપ્રસાદ સ્વામી ના પ્રવચન બાદ આ ઉત્સવ માં આર્થિક સહયોગ આપનારા સૌ યજમાનો ને સંતો એ હાર પહેરાવી અંતરના આશીર્વાદ આપ્યા. યજમાન ને આશીર્વાદ અપાવ્યા બાદ પરમ પૂજ્ય ગુરુમહારાજે પોતાની આગવી શૈલી માં દ્રષ્ટાંતો દ્વારા જીવનમૂલ્યો તથા જીવન જીવવાની કળા પાર ખુબ સુંદર પ્રવચન આપી સૌ કોઈ હરિભક્તો ના જીવન મંગલમય બને એવી શ્રી હરિ ના ચરણો માં પ્રાર્થના સહ રૂડા આશીર્વાદ પાઠવ્યા.

સત્સંગ ઉત્સવ ના અંતિમ સેશન માં યુવાનો એ સંતો ના સાનિધ્ય માં થનગટતો રાસોત્સવ ઉજવ્યો. સંતો એ પણ હરિભક્તો પર કૃપા કરી રાસોત્સવ માં ખુબ જુમ્યા. મહીલાભકતો એ પણ શ્રીજીમહારાજ ની મૂર્તિ ને રૂડા શણગાર સજાવી મહારાજ ને લાડ લડાવી ગોપી ભક્તિ જેવું વાતાવરણ ખડું કરી દીધું.રાસોત્સવ બાદ પૂજ્ય ગુરુમહારાજ તથા સંતો એ હિંડોળા માં બિરાજતા ઠાકોરજી ની આરતી કરી ઠાકોરજી ને ફૂલ ની પાંદડી થી વધાવ્યા.

સત્સંગ ના અંતે સૌ કોઈ એ સંતો ના દર્શન કરી પ્રભુ પ્રસાદ આરોગી ને ઉદર સાથે અંતર ને પણ તૃપ્તિ મળ્યા નો એહસાસ અનુભવ્યો.