|| ShreeHari Janmotsav & RamNavmi Utsav ||

પરમકૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કૃપા તથા પરમ પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – કેનેડા મંડળ દ્વારા ભવ્ય રામનવમી તથા શ્રીહરિ જન્મોત્સવ તારીખ ૧૩ એપ્રિલ ૨૦૧૯ ને શનિવાર ના રોજ પૂજ્ય મુકુન્દસ્વરૂપદાસજી સ્વામી તથા પૂજ્ય શાંતિપ્રિયદાસજીસ્વામી ની પાવન ઉપસ્થિતિ માં ભવ્યાતિ ભવ્ય ઉજવાયો જેમાં આશરે ૩૦૦ જેટલા મહિલા-પુરુષ ભક્તો, વિદ્યાર્થીઓ તથા બાળકો એ લીધો હતો.

ઉત્સવ ની શરૂઆત મહારાજ ના નંદ સંતો રચિત કીર્તન તથા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી કરવામાં આવી , ત્યારબાદ પૂજ્ય સંતો નું સ્વાગત શ્રી જીતુભાઇ પટેલ તથા ભરતભાઈ પટેલ એ પુષ્પગુચ્છ આપી ને કર્યું અને ત્યારબાદ પૂજ્ય મુકુન્દસ્વરૂપ દાસજી સ્વામી એ ભગવાન ને ધરતી પર પ્રગટ થવાનું શું પ્રયોજન હતું તેના વિશે કથા વાર્તા કરી. આગળ ઉત્સવ માં મુકુંદ સ્વામી ના પ્રવચન બાદ , સંતો એ આ ઉત્સવ માં આર્થિક સહયોગ આપનારા યજમાનો ને આશીર્વાદ થી નવાજ્યા અને ભાવિકભાઈ એ થોડીવાર હાસ્યરસ ની સાથે સાથે જનરલ પ્રશ્નોત્તરી દ્વારા દરેક ને થોડી વાર માટે રિફ્રેશ કરી દીધા.

સભાના અંતિમ સેશન માં પૂજ્ય શાંતિપ્રિય દાસજી સ્વામી એ શાસ્ત્ર વાંચન અને બાળકો ને સંસ્કાર ની ખુબ જ સરસ વાત કરી . કેવી રીતે બાળક ને વિદેશ માં રહી ને પણ શાસ્ત્રો ના વાંચન અને ઘર સભા દ્વારા ભારતીય સંસ્કારો આપી શકાય એની અતિ સુંદર વાત કરી અને દરેક ભક્તો ને શાસ્ત્રો ના હોય તો વસાવવાનું અને હોય તો એને રેગ્યુલર વાંચવાનું નિયમ આપ્યું અને બ્રહ્મ મહોત્સવ ના ભાગરૂપે ૯ દિવસ સુધી વિશેષ જપ-તપ ના નિયમો લેનારા ભક્તો ને આશીર્વાદ આપ્યા.

અંતે , મહારાજ ની પ્રાગટ્ય ની આરતી દરેક યજમાનો તથા બાળકો ના હસ્તે કરવામાં આવી અને દરેક હરિભક્તો ધર્મઘેર આનંદભયો કીર્તનપદ દ્વારા મહારાજ ના જન્મ ના વધાવણા કર્યા અને સંતો તથા બાળકો એ સુંદર કેક નું કટીંગ ઠાકોરજી ની આગળ કરી ને બાલ ઘનશ્યામ નું વિશેષ રીતે સ્વાગત કર્યું . કેક કટીંગ બાદ થોડી વાર સંતો તથા સૌ કોઈ હરિભક્તો અને વિદ્યાર્થી ઓ દ્વારા રળીયામણા રાસ ની રમઝટ બોલાવવામાં આવી અને સૌ કોઈ સંતો ભક્તો એ ઉત્સવ નો ઉમંગ અને ઉલ્લાસભેર આનંદ માણ્યો. અંત માં દરેક હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરી ને છુટા પડ્યા .