Diwali Annakut Utsav 2018

જય સ્વામિનારાયણ,

તારીખ ૧૭ નવેમ્બર ૨૦૧૮ ને શનિવાર ના રોજ પરમકૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કૃપા તથા પરમ પૂજ્ય ગુરુમહારાજ ના આશીર્વાદ થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેનેડા(ટોરોન્ટો) ના આંગણે ભવ્ય-દિવ્ય દિવાળી અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. ઉત્સવ ના પ્રારંભે મહિલા હરિભક્તો એ શ્રીજી મહારાજ સમક્ષ ૨૦૦ થી વધારે વિવિધ વાનગીઓ નો અન્નકૂટ ધર્યો જેના દર્શન માત્ર થી અંતર માં તૃપ્તિ નો એહસાસ થવા લાગે. ત્યારબાદ સંતો નું સૌકોઈ હરિભક્તો એ તાળીઓ ના નાદ થી સ્વાગત કર્યું અને કીર્તન ભક્તિ અને ધૂન થી સભા ની શરૂઆત કરવામાં આવી.

કીર્તન ભક્તિ બાદ, પરમ પૂજ્ય શાંતિપ્રિય દાસજી સ્વામી એ દિવાળી અન્નકૂટ ઉત્સવ નો મહિમા તેમજ ઉત્સવ થી થતા લાભો વિષે સુંદર ઉપદેશ આપ્યો અને વડીલ હરિભક્તો દ્વારા સંતો નું ચંદન ના ચાંદલા કરી ને સ્વાગત પૂજન કરવામાં આવ્યું. સંતો ના પૂજન બાદ ઉત્સવ માં આર્થિક સહયોગ આપનારા હરિભક્તો તથા વિદ્યાર્થીઓને સંતો એ રૂડા આશીર્વાદ પાઠવ્યા.

યજમાનો ને આશીર્વાદ અપાવ્યા બાદ, ઉત્સવ ના અંતિમ સેશન માં પરમ પૂજ્ય મુકુન્દસ્વરૂપ દાસજી સ્વામી એ મનુષ્ય જીવન ની સાર્થકતા, ભગવાન નું અસ્તિત્વ તેમજ હિન્દૂ વૈદિક સંસ્કૃતિ નો આજ ના ઘોર કળિયુગ માં વધતો પ્રભાવ જેવા વિષય પર ખુબ જ સુંદર પ્રવચન આપ્યું અને અંત માં સ્પેનિશ ભાષા માં ઘનશ્યામ મહારાજ નું ચરિત્ર કહી સૌ હરિભક્તો ને રાજી કરી કરી દીધા.

અંતે, મહારાજ સમક્ષ થાળ નું ગાન કરી સૌ હરિભક્તો એ અંતર થી મહારાજ ને વિવિધ વાનગીઓ ભાવ થી જમાડી. ત્યારબાદ પ્રભુ ની આરતી કરી સૌ હરિ ભક્તો સંતો ના દર્શન કરી ને પ્રભુ પ્રસાદ લઇ ને છુટા પડ્યા. આ ઉત્સવ નો લાભ આશરે ૧૩૦-૧૪૦ જેટલા હરિભક્તો એ લીધો.